મૃત્યુ સુવિચાર: જેણે જન્મ લીધો છે તેણે મરવું જ પડશે. મૃત્યુ માત્ર શરીરનું છે, આત્માનું નથી. મૃત્યુ એ કોઈપણ એક જીવનનું અંતિમ સત્ય છે, પરંતુ મૃત્યુ એ જીવનનો અંત નથી. તે શરીર પરિવર્તનની પ્રક્રિયા છે જે આત્માને આગામી અવતાર માટે તૈયાર કરે છે. જેમ જન્મ લેનાર માટે મૃત્યુ નિશ્ચિત છે, તેમ મૃત્યુ પછી જન્મ લેવો પણ નિશ્ચિત છે. મૃત્યુ સામાન્ય માણસના મનમાં ડર પેદા કરે છે, પરંતુ પ્રબુદ્ધ લોકો મૃત્યુને શાશ્વત જીવનની યાત્રામાં રોકાઈને સહેલાઈથી સ્વીકારે છે. જીવન અને મૃત્યુનું વાસ્તવિક જ્ઞાન ફક્ત જ્ઞાની જ જાણતા હોય છે. ચાલો મૃત્યુ વિશે વિશ્વભરની મહાન હસ્તીઓના વિચારો વાંચીએ.
મૃત્યુ સુવિચાર અને શાયરી
- આત્મા અજર, અમર, સંપૂર્ણ અને અનંત છે; અને મૃત્યુ એટલે એક શરીરમાંથી બીજા શરીરમાં આત્માનું સ્થાનાંતરણ.
- અપરાધ એ કદાચ મૃત્યુનો સૌથી પીડાદાયક સાથી છે.
- આજે જેટલું જીવાય એટલુ જીવી લો, કેમ કે મૃત્યુ ની દાદાગીરી ઉમર સાથે વધતી જવાની છે.
- જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે. સિઝેરીયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જતુ નથી. “કડવું છે પણ સત્ય છે”
- ગમે તેટલું ધન કમાઓ પણ મૃત્યુ નોંધ માં નિધન જ લખાશે.
- જેટલું તમે તમારા જીવનને ભૌતિકમાંથી આધ્યાત્મિક ક્ષેત્રમાં પરિવર્તિત કરશો, તેટલું ઓછું તમે મૃત્યુથી ડરશો. જે વ્યક્તિ સાચા અર્થમાં આધ્યાત્મિક જીવન જીવે છે તેને મૃત્યુનો ભય નથી હોતો.
- જિંદગી મળવી એ નસીબની વાત છે મૃત્યુ મળવું એ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતાં રહેવું એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે.
- કદાચ આપણે મૃત્યુથી ડરીએ છીએ તેનું સૌથી ઊંડું કારણ એ છે કે આપણે જાણતા નથી કે આપણે કોણ છીએ. –બુદ્ધ
- બદનામી એ મૃત્યુ છે.
- મૃત્યુ એ સોનેરી ચાવી છે જે અમરત્વના મહેલને ખોલે છે.
- મૃત્યુ આપણને તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરે છે.
- સ્ત્રીના ગર્ભમાંથી જન્મેલા આ પુરુષનું જીવન કેટલું ટૂંકું અને દુઃખોથી ભરેલું છે. તે સર્જાય છે અને ફૂલની જેમ તે પણ નાશ પામે છે.
- જીવનમાં મૃત્યુની રાહ જોવી એ મૃત્યુ કરતાં પણ વધુ ભયાનક છે.
- જંતુ અને રાજાને જીવવાની એક સરખી ઈચ્છા હોય છે અને બંનેને મૃત્યુનો એક સરખો ડર હોય છે.
- જેમ પુરુષના મૃત્યુથી સ્ત્રી અનાથ બની જાય છે, તેવી જ રીતે સ્ત્રીના મૃત્યુથી પુરુષના હાથ-પગ કપાઈ જાય છે.
- આત્માને જાણીને માણસ મૃત્યુથી ડરતો નથી.
- મૃત્યુથી વધુ સુંદર કંઈ હોઈ શકે નહીં.
- સંબંધોને સમય આપતા શીખો, કારણ કે મૃત્યુ સાથે કોઈનો સંબંધ નથી.
- શક્તિ એ જીવન છે, નબળાઈ એ મૃત્યુ છે.
- મૃત્યુ થાક જેવું છે, પરંતુ સંપૂર્ણ અંત અનંતના ખોળામાં છે. –રવીન્દ્રનાથ ટાગોર
- મૃત્યુ, સમય અને મૌસમ આ ત્રણ કોઈના સગા નથી. માટે શરીર, સંપતી અને સિક્કા ઉપર કોઈ દિવસ અભિમાન ના કરવું.
- આપણી જીંદગી ટ્રેન છે. એને કોઈ સ્ટેશન નથી આપણું જીવન નિરંતર પ્રવાસ છે. જન્મથી મૃત્યુ સુધીનો પ્રવાસ અને સ્થળો અને વ્યકિતઓ બદલાય છે. આપણી જરૂરિયાતો બદલાય છે. પણ જીંદગીની ટ્રેન લાગણીઓનાં પાટા પર સતત દોડતી રહે છે.
- મિત્રતા થયા પછી પ્રેમ થઈ શકે છે. પણ પ્રેમ થયા પછી મિત્રતા નથી થઈ શકતી કેમ કે દવા મૃત્યુ પહેલાં અસર કરે, મૃત્યુ પછી નહીં.
- ટીકા થાય એ તો આપણે જીવિત હોવાની નિશાની છે બાકી વખાણ તો મૃત્યુ પછી પણ થવાનાં જ છે.
- પ્રેમ અને મૃત્યુ બંને પૂરે પૂરા માણસ માગે છે.
- નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું જીવ એટલા માટે જાય છે કે પાણીમાં તરતા નથી આવડતું. પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી, સમસ્યા એટલા માટે થાય છે કે આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું.
- પ્રેમ એક વાર મૃત્યુ ને સવાલ પુછે છે. મને લોકો ચાહે છે, પણ તને લોકો કેમધિક્કારે છે? મૃત્યુ: કેમ કે તુ એક વહેમ છે, અને હું એક સત્ય છુ, સત્ય હમેશા કડવું હોય છે.
- મૃત્યુ જિંદગીનું મોટું નુકસાન નથી, નુકસાન તો એ સમયનું છે જે તમે જીવતા હોવ છતાં પણ નથી જીવી સકતા.
- શરીર નું મૃત્યુ થાય ત્યારે સૌ રડે છે પણ જ્યારે મન નું મૃત્યુ થાય ત્યારે આપણે પોતે જ રડવું પડે છે.
ALSO READ: 51+ જ્ઞાન સુવિચાર ગુજરાતીમાં
હે અબુધ માનવી! તારી બુદ્ધિ સતેજ કર! તારા આ જન્મ પહેલાં પણ તુ હતો. તારા આ શરીર ના મૃત્યુ પછી પણ તું હોઈશ. ફર્ક એટલો જ છે કે તને યાદ નહીં હોય. જન્મ જન્માંન્તર નું આ ચક્ર ચાલતું જ રહેવાનું છે. પછી ભલે મનુષ્ય જન્મ મળે કે ન મળે! ફરી ફરી જન્મવું, ફરી ફરી મૃત્યુ પામવું, એ જ સનાતન સત્ય છે.
માણસના મૃત્યુ પછી તેની શું દશા થાય છે એ જાણવા માટે નીચે નું ઉદાહરણ સમજવું જરૂરી છે. એક માટીનો ઘડો લઈને તળાવ ના કિનારે જાવ. તળાવમાં ઘડો ડુબાડી ને પાણી ભરી લો. હવે એક વાત સમજી લો. ઘડો તમારા શરીરનું પ્રતીક છે. ઘડામાં રહેલ પાણી તમારા શરીર માં રહેલા જીવ, આત્મા નું પ્રતીક છે. જે માનવ દેહમાં ચેતન નું સંચાલન કરે છે. હવે માણસના મૃત્યુ પછી તેનું શું થાય છે, તે સમજવા માટે નીચે નું ઉદાહરણ સમજવું જોઈએ. ઘડામાં રહેલું પાણી જોઇ લો, કેટલું છે, કેવું છે? પછી તેને તળાવમાં પાછું રેડી દો. હવે ઘડા નું પાણી જે તળાવમાં રેડી દીધું છે તે તળાવમાં થી શોધી કાઢો મળશે? નહીં મળે. હવે ઉદાહરણ પ્રમાણે સમજો કે, તળાવમાં રેડાઈ ગયેલ પાણી એ આત્મા હતો. જે આપણે શોધી શકવાના નથી પાણી વગરનો ખાલી થયેલ ઘડો એ આપણું શરીર છે.
One thought on “77+ મૃત્યુ સુવિચાર | મૃત્યુ શાયરી”