55+ અનુભવ સુવિચાર | Experience Quotes in Gujarati

અનુભવ સુવિચાર

અનુભવ સુવિચાર: મિત્રો, જો તમારે જીવનમાં સફળતા જોઈતી હોય, તો તમારા પાસે અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે, મોટાભાગે એવા લોકો જીવનમાં નિષ્ફળ જાય છે જેમની પાસે અનુભવનો અભાવ હોય છે. અનુભવ પુસ્તકોથી નથી મળતો, તે તમારા દ્વારા કરવામાં આવેલા કામથી મળે છે.

વારંવાર નિષ્ફળતાઓથી ડરશો નહીં, ભલે તમે આજે જે કરી રહ્યા છો તેમાં તમને સફળતા ન મળી રહી હોય, પરંતુ તમે એક વસ્તુ મેળવી રહ્યા છો જે ખૂબ જ મૂલ્યવાન છે અને તે છે અનુભવ. અનુભવ મેળવવા માટે તમારે પૈસા ચૂકવવાની જરૂર નથી, તમારે ફક્ત સમય આપવો પડશે અને મારા પર વિશ્વાસ કરો, તમે આપેલા સમયથી મેળવેલ અનુભવ તમારું ભવિષ્ય નક્કી કરે છે.

આજે, આ પોસ્ટમાં, અમે તમારા માટે અનુભવ પરના કેટલાક અમૂલ્ય વિચારો લાવ્યા છીએ, તો ચાલો વાંચીએ મહાન લોકોના વિચારો!

અનુભવ સુવિચાર(Experience Quotes in Gujarati)

  • અનુભવ સારી શાળા છે, પણ તેની ફી થોડી વધારે છે!!
  • અનુભવ મેળવવા કરતાં કંઈ સહેલું નથી, પણ અનુભવનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ છે!!
  • જીવનના અનુભવથી મને આ જ ખબર પડી છે, માણસ પોતાનું દુ:ખ તો સહન કરી શકે છે, પણ બીજાના સુખને સહન કરી શકતો નથી!!
  • તમે અનુભવ જાતે બનાવી શકતા નથી, તમારે તેમાંથી પસાર થવું પડશે!!
  • જીવનના અનુભવ પરથી મને જાણવા મળ્યું છે કે માણસ પોતાના મૃત્યુ સુધી પૈસા પાછળ દોડે છે.
  • જીવનમાં કંઈપણ વાસ્તવિક નથી, જ્યાં સુધી તમે તેનો જાતે અનુભવ ન કરો !!
  • અનુભવ એ જીવનની એકમાત્ર વસ્તુ છે, જે તમે કંઈપણ કર્યા વિના મેળવી શકતા નથી!!
  • મૌન રહેવું એ પણ એક સાધના છે અને સમજી વિચારીને બોલવું એ એક કળા છે!!
  • અનુભવ એ જીવનની પાઠશાળામાં એવો કઠોર શિક્ષક છે, જે પહેલા પરીક્ષા લે છે અને પછી શીખવે છે !!
  • અનુભવ આપણને વારંવાર થનારી ભૂલોને ઓળખવામાં સક્ષમ બનાવે છે!!
  • જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.
  • જિંદગીમાં એક વાત હંમેશા માટેયાદ રાખજો સાહેબ માખણ લગાવવા વાળાના હાથમાં જ ચાલુ હોય છે !!
  • અનુભવ થાયને તો જ ખબર પડે હો વહાલા બાકી કોઈની સલાહ પણ મનમાં ખટકે છે!
  • કોઈ કહે છે દુનિયા પ્રેમથી ચાલે છે. કોઇ કહે છે દુનિયા દોસ્તોથી ચાલે છે, પરંતુ અનુભવ થાય ત્યારે જ ખબર પડે છે કે દુનિયા તો મતલબથી ચાલે છે.
  • જ્ઞાનથી શબ્દ સમજાય, અનુભવ થી અર્થ.
  • અભિમાન કહે છે કે કોઈ ની જરૂર નથી પણ અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે.
  • આપણે કોઈની life માં એટલા પણ important નથી હોતા જેટલું આપણે વિચારી લઈએ છીએ સાહેબ.
  • દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે, અને એક અનુભવ થી પૂરો થાય છે!
  • તમને મળીને એક અનુભવ થયો, ખોટું બોલવા વાળા લોકો પણ ગજબના હોય છે.
  • સલાહ થી સસ્તી અને અનુભવ થી મોંઘી કોઈ વસ્તુ નથી.
  • અનુભવ જ શિખવાડે છે કે જીંદગી કેમ જીવાય, બાકી ઊંચું ભણેલાં લોકો પણ રખડે છે!
  • બીજાના મંતવ્ય પર કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ ન માપવું, પોતાનાં અનુભવ પછી જ કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધવી, કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ અનુભવ જુદા હોય છે.
  • અનુભવ પરિવર્તન પણ છે અને પડકાર પણ છે.
  • જીવનમાં હંમેશા પ્રયત્ન કરો લક્ષ્ય મળે કે અનુભવ બંને અમૂલ્ય છે.
  • ઉંમર કરતા જવાબદારી અને અનુભવ માણસને વધુ સમજદાર બનાવે છે.
  • અનુભવ કહે છે, મૌન જ વધારે સારું છે, કેમ કે શબ્દોથી લોકો, જલ્દી રિસાઈ જાય છે.
  • જીવનમાં જેમ જેમ અનુભવ લેતા જશો તેમ તમને ખબર પડશે કે જીંદગીમાં હજુ ઘણું શીખવાનું અને સમજવાનું બાકી છે.
  • અનુભવ કહે છે Life હોય કે watssap માણસો ખાલી તમારું સ્ટેટ્સ જ જોવે છે.
  • “અનુમાન” એ આપણા મનની કલ્પના છે, “અનુભવ” એ આપણા જીવન નો પાઠ છે.
  • સલાહ હારેલાની, અનુભવ જીતેલાનો અને સમજણ પોતાની હોય તો માણસ ક્યારેય હારતો નથી.
  • સમય , સંજોગ અને સબંધ સાથે મળીને થપ્પડ મારે છે, ત્યારે જીંદગી નો મોટા મા મોટો અનુભવ થાય છે.
  • પુસ્તાક ની જેમ વ્યક્તિઓને પણ વાંચતા શીખવું પડશે સાહેબ કારણ કે પુસ્તકો જ્ઞાન આપે છે અને વ્યક્તિઓ અનુભવ.
  • જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસ નો અનુભવ ના થાય ત્યાં સુધી સારા માણસોની કદર નથી થતી.
  • ટૂંટિયું વાળીને જેને સુવાનો અનુભવ છે, એને ચાદર ક્યારેય ટૂંકી પડતી નથી, સમજાય એને વંદન.
  • તુટેલા વિશ્વાસ ના અનુભવ થી શીખી લવ છું કારણ કે એ વિશ્વાસઘાત થી હું મજબૂત બનુ છું.
  • વૃક્ષ ક્યારેય ફૂલો ખરી જવાથી પરેશાન થતું નથી, તે હંમેશા નવા ફૂલોને ઉગાડવામાં વ્યસ્ત રહે છે, તેજ રીતે આપણે જે ગુમાવ્યું છે તે જીવન નથી, પણ હવે આપણે શું મેળવી શકીએ છીએ તે જીવન છે.
  • વીતેલા સમયને યાદ ન રાખશો તો ચાલશે પણ તેમાંથી મળેલા અનુભવને હંમેશા યાદ રાખજો.
  • બીજું બધું ભલે ઉછીનું હોય, પણ અનુભવ તો પોતા નો જ હોવો જોઈએ.
  • પ્રેમમાં દર્દનો અનુભવ તો ત્યારે થાય જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો અને એના દિલમાં – કોઈ બીજું હોય !!

ALSO READ:

નિષ્કર્ષ

આશા રાખુ છું તમને આ અનુભવ સુવિચાર(Experience Quotes in Gujarati) વિશેની પોસ્ટ ખુબ જ ગમી હશે. અને જો POST ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે MOTIVATION આપે છે.

55+ અનુભવ સુવિચાર | Experience Quotes in Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top